મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી કોલસા કૌભાંડમાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે


SHARE







મોરબીના ચકચારી કોલસા કૌભાંડમાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીકથી કોલસા કૌભાંડ ઝડપાયું હતું જે ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપીને એલસીબી ની ટીમ દ્વારા પકડીને સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી એલ.સી.બી. દ્વારા ગઇ તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ હકીકત આધારે મોરબી તાલુકાના જુનાસાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની સામે એ.બી.સી. મોનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેઇડ કરી હતી ત્યારે મુદ્રાપોર્ટથી ટ્રકોમાં ભરાઈ આવતો ઇમ્પોર્ટ કોલસો કોડીનાર અંબુજા સીમેન્ટ ફેક્ટરીમાં જતો હોય જે ટ્રકોના ડ્રાઇવર તથા માલીક સાથે સંપર્ક કરી ટ્રકોમાં કંપની દ્વારા લગાડેલ જી.પી.એસ. સીસ્ટમ તથા સીલ ખોલી ટ્રકોમાં ભરેલ ઇમ્પોર્ટ કોલસો કાઢી લઇ તેમાં હલકી ગુણવતાવાળો કોલસો ભેળવી કોલસા ચોરી અંગેનુ કૌભાંડ ચાલતુ હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી સ્થળપરથી ઇમ્પોર્ટ કોલસો, હલકી ગુણવતાવાળો કોલસો, ટ્રક, ટ્રેક્ટરલોડર, હિટાચીમશીન, મોટર સાયકલ, મોબાઇલ ફોન તથા અન્ય મુદામાલ મળી કુલ ૧,૦૯,૫૫,૦૦૦ ના મુદામાલસાથે કુલ ચાર આરોપીઓને સ્થળપરથી પકડવામાં આવેલ હતા અને તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ૯ આરોપી પકડવામાં આવેલ છે.

આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલસીબીની ટીમે કામ કરી રહી છે અને આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપી અગાઉ વર્ષ ૨૦૨૪માં  આવાજ પ્રકારના કોલસા કૌભાંડના ગુન્હામાં સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલાવી હતી જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતું  ત્યાર બાદ એલસીબી પીઆઈ એમ.પી. પંડયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે આરોપી નવઘણભાઇ જશાભાઇ બાલાસરા રહે. વાવડી રોડ સતનામ સોસાયટી શેરીનં-૧  મોરબી મુળ રહે. કેરાળી વાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News