મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને લાખનો મુદામાલ પડાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને લાખનો મુદામાલ પડાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા ખેડૂતની સાથે હનીટ્રેપ કરીને ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી આટલું જ નહીં બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ખેડૂત પાસેથી સોનાના ચાર બિસ્કીટરોકડા 1 લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન આમ કુલ મળીને 53.50 લાખનો મુદામાલ પડાવી લેવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા ખેડૂત્તે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ગામે રહેતા ભરતભાઈ નામના આધેડ ખેડૂતે થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા તેમજ મુકેશભાઈ આલ, રામાભાઇ, જીલાભાઈ ભરવાડ, મનીષભાઈ ગારીયા, પાંચાભાઇ કોળી, કરણ વરૂ ઉર્ફે કેક તથા દેવાંગ વેલાણી ઉર્ફે પી.ડી. કોળી સામે હનીટ્રેપની ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કેતેઓને ખેતી કામ માટે ખેત મજૂરની જરૂર હતી. જેથી ફરિયાદી આરોપી પાંચાભાઇ કોળીને ઓળખતા હોય તેને મજૂર માટેની વાત કરી હતી. ત્યાર બાદ તેના મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો હતો. જો કેતેની પાસે આધાર પુરાવા ન હોય ફરિયાદીએ તેને કામે રાખી ન હતી. ત્યાર બાદ ખુશીએ ફોનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને તેને કામની ખુબજ જરૂર છે તેવું કહ્યું હતું. બાદમાં તે મહિલાને મોરબીના ઉમિયા સર્કલથી ફરિયાદી તેને વાડીએ લઈ ગયા હતા. ત્યારે વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બથ ભરી લીધી હતી. તેવામાં બીજા આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ મહિલાના ફોટા અને વીડીયા બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદી પાસેથી 1.14 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જો કેફરિયાદીએ આરોપીઓને સમયાંતરે 4 સોનાના બિસ્કીટ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન1 લાખ રોકડા રૂપિયા આમ કુલ મળીને 53,50,000 નો મુદામાલ આરોપીને આપ્યો હતો તો પણ બાકીના રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. અને ફરિયાદીનું અપહરણ કરીને તેને ગોંધી રાખીને ધાક ધમકીઓ આપવામાં આવી હતી જેથી આધેડે એક મહિલા સહિત કુલ 8 લોકોની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પહેલા પોલીસે આરોપી જીલુભાઇ વિહાભાઈ પરસાડીયામુકેશભાઈ મફાભાઈ આલ, કરણભાઈ દેવરાજભાઈ વરુ, પાંચાભાઇ કાનજીભાઈ માણસુરીયા અને દેવાંગભાઈ હરજીભાઈ વેલાણીની ધરપકડ કરેલ હતી અને તેઓની પાસેથી ચાર સોનાના બિસ્કીટ, એક સોનાનો ચેન અને ગુનાના કામે વપરાયેલ બે સ્વીફ્ટ ગાડી કબજે કરવામાં આવી હતી. હાલમાં આ ગુનામાં પીએસઆઇ જે.સી.ગોહિલ અને તેના સ્ટાફ દ્વારા આરોપી રમેશ ઉર્ફે રામ મેરાભાઈ હાડગડા (29) રહે. નાગલપર બોટાદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હજુ આ ગુનામાં એક મહિલા સહિત કુલ બે આરોપીને પકડવાના બાકી છે.






Latest News