આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૯૭૨ ઉમેદવારો મેગા જોબ ફેરમાં હજાર રહ્યા; ૭૮૮ ઉમેદવારોએ મેળવી સ્થળ પરથી જ રોજગારી


SHARE













મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૯૭૨ ઉમેદવારો મેગા જોબ ફેરમાં હજાર રહ્યા૭૮૮ ઉમેદવારોએ મેળવી સ્થળ પરથી જ રોજગારી

મોરબીમાં જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મોરબી આઈ.ટી.આઈ ખાતે ક્લસ્ટર કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો. આ જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ મેગા જોબ ફેરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ અને મોરબી જિલ્લાના ૨૫ મળી કુલ ૩૮ નોકરી દાતાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૨૭૬ તથા મોરબી જિલ્લાના ૬૯૬ ઉમેદવારો મળી ૯૭૨ ઉમેદવારો રોજગારી મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ૨૧૧ અને મોરબી જિલ્લાના ૫૭૭ મળી ૭૮૮ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપી નામાંકિત કંપનીઓમાં સ્થળ પરથી જ રોજગારી મેળવી હતી.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ નિયામક, રોજગાર અને તાલીમની કચેરી-ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્લસ્ટર કક્ષાના મેગા જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.

નોકરી દાતાઓએ સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી હતી. મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષાબેન સાવનિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરની ટીમએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News