આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી: ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા બાદ મૈત્રી કરાર કરીને સાથે રહેતી મહિલા ઘરે ગયા બાદ પાછી ન આવતા યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબી: ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા બાદ મૈત્રી કરાર કરીને સાથે રહેતી મહિલા ઘરે ગયા બાદ પાછી ન આવતા યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું

મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે ઇનસ્તગ્રામથી સંપર્કમાં આવેલ મહિલા યુવાનની સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી જો કે, તે મહિલા તેના ઘરે પરત ગઈ હતી અને ત્યાંથી તે પાછી આવતી ન હતી જે બાબતે યુવાનને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં રહેતા હિતેશભાઈ મનસુખભાઈ ધમાલ (26) નામના યુવાને ગળાફાંસો ખાઈને પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ બી.કે.દેથા દ્વારા કરવામાં આવેલ હતી જેથી તેઓની પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન મહિલા ત્રણેક મહિના પહેલા ઇન્સ્ટગામથી સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ મૃતક યુવાનની સાથે મૈત્રી કરાર કરીને મહિલા છેલ્લા ત્રણેક મહિનાથી તેના ઘરે રહેતી હતી જો કે, આ મહિલા તેના ઘરે ગયા બાદ પાછી આવતી ન હતી જે બાબતે મૃતક યુવાનને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1107 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ઇમરાન સલીમભાઈ ચાનીયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ઘરે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહેન્દ્રભાઈ આહીર (60) નામના વૃદ્ધને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News