માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ નાસ્તો કરીને રોડ ક્રોસ કરતાં યુવાનને બોલેરોના ચાલકે ઉડાવ્યો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ નાસ્તો કરીને રોડ ક્રોસ કરતાં યુવાનને બોલેરોના ચાલકે ઉડાવ્યો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નાસ્તો કરીને રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ છે જે બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા દિલીપભાઈ નંદેશભાઈ બામણીયા (40) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન તેને બોલેરો કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં ઇજાગ્રસ્ત યુવાનના સાળા સુરેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓના બનેવી દિલીપભાઈ તેના બહેન તથા તેઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓ તેના વતનમાં જઈ રહ્યા હતા અને મહેન્દ્રનગર ચોકડી પાસેથી એમપીની બસમાં તેઓને બેસવાનું હતું જોકે દિલીપભાઈ નાસ્તો કરવા માટે થઈને ગયા હતા અને ત્યાંથી તેઓ પરત રોડ ક્રોસ કરીને બસ બાજુ આવી રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં ઇજા પામેલ દિલીપભાઇને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા સંધ્યાબેન મહેશભાઈ પરમાર (32) નામના મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News