મોરબીના વાઘપરામાં રહેતા યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીના વાઘપરામાં રહેતા યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને અંતિમ પગલું ભર્યું
મોરબીના વાઘપરા વિસ્તારની અંદર આવેલ સતનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ સતનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશભાઈ જીવરાજભાઈ નકુમ (44) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ભરતસિંહ ડાભી દ્વારા કરવામાં આવેલ હોય તેમની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર છતમાં લગાવેલ હુક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
સાપ કરડી ગયો
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા આકાશ મનોજભાઈ દેગામા (17) નામના કિશોરને સાંજના સમયે સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા રવિ નવઘણભાઈ ગોલતર (28) નામના યુવાનને ઘૂટું ગામ પાસે ઓવરબ્રિજ ઉપર વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના કૃષ્ણનગર (ગુગણ) ગામે રહેતા રીનાબેન ભુપતભાઈ (20) નામની મહિલાએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી