મોરબીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ પતિ સહિત પાંચ સામે નોંધાવી ત્રાસ-મારકૂટની ફરિયાદ
મોરબીમાંથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફિરકી સાથે બે શખ્સ પકડાયા
SHARE
મોરબીમાંથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફિરકી સાથે બે શખ્સ પકડાયા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી બે શખ્સો પસાર થઈ રહ્યા હતા તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી પોલીસે 3600 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકવામાં આવ્યા હતા અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 3600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બંને શખ્સે વેચાણ કરવાના ઇરાદે પોતાની પાસે ચાઈનીઝ ફિરકી રાખી હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં પોલીસે કિરણભાઈ મગનભાઈ રહેસિયા (25) તથા રોહિતભાઈ ચંદુભાઈ પરમાર (20) રહે. બંને ગોકુલનગર મોરબી વાળાને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે
મારામારીમાં ઇજા
હળવદમાં રહેતા મુકેશ રતનભાઇ ઠાકોર (45) નામના યુવાનને મારામારીના બનાવમાં હળવદ માર્કેટયાર્ડ પાસે ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના ગુગણ ગામે રહેતા અમીત કૈલાશભાઈ જીંજવાડીયા નામના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી