મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ બાઇક ચોરને પકડાયો


SHARE















મોરબી એલસીબીએ બાઇક ચોરને પકડાયો

મોરબી એલસીબી ટીમે  બાઇક ચોરને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના વોરા બાગ પાસે આવેલ ફ્લોરા હોમ્સમાં રહેતા અશ્વિનભાઇ હરજીવનભાઇ સિતાપરા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ફલોરા હોમ્સ પાસે ક્રિશ્ના ઓટો ગેરેજ પર તેમનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ  બાઇક નંબર જીજ્ ૨ સીડી ૮૯૨૩ કિંમત રૂા.૨૦ હજાર વાળું પડ્યું હોય તેની  કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયેલ છે.જેથી મોરબી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી શંકાસ્પદ ઈસમને રોકી મોટર સાઈકલ અંગે પુરાવાના માગતા પુરાવા નહિ હોવાનું જણાવી સંતોષકારક જવાબ ન આપતો હોય વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા શંકાસ્પદ ઇસમ હરેશ રાજેશભાઈ પંચાસરા રહે.બેલા(રંગપર) તા.જી.મોરબીએ તે બાઇક ફ્લોરા હોમ્સ નજીકથી ચોરી કર્યુ હોવાની કબુલાત આપતા તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ગામે બોનીપાર્કની પાછળ તેજાણીની વાડી વિસ્તારમાં રહેતા જ્યોતિબેન અણદાભાઈ પરમાર નામના ૫ વર્ષીય મહિલા શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં પડી ગયા હોય સારવાર માટે ઓમ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમજ મોરબી એસપી રોડ આઇકોન રેસિડેન્સીમાં રહેતા મનીષ જેન્તીભાઈ ભોરણીયા નામનો ૩૭ વર્ષનો યુવાન કેપિટલ માર્કેટ રવાપર ચોકડી પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ હાલાતમાં અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે રહેતા મનહરભાઈ મોહનભાઈ છનિયારા નામના ૭૫ વર્ષના વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં બાઇકની આડે ભૂંડ આડુ ઉતરતા વાહન સ્લીપ થયું હોય ઇજા પામતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી પરાબજાર વિસ્તારમાં બાઈકમાં જતા વખતે બાઈકમાંથી પડી જતા બચીબેન વિનુભાઈ નગવાડિયા (૫૦) રહે.સુપર ટોકીઝ પાસે ને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ બાઈકની સાથે અન્ય બાઇક અથડાતા થયેલ અકસ્માતમાં દિવ્ય ભાવિકભાઈ ખંડોર (૧૭) રહે.કાયાજી પ્લોટને પણ ઇજાઓ પહોંચી હોય સારવાર માટે દવાખાને ખસેડાયો હતો






Latest News