મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે


SHARE













મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામની સીમમાં કારખાના પાસેથી પસાર થતી ઇકો કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને પોલીસે 1,23,600 ની કિંમતનો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને આરોપીઓને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં પેગવીન સીરામીક કારખાના સામેથી ઇકો ગાડી નંબર જીજે 3 એબી 5943 પસાર થઈ હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને કારને ચેક કરવામાં આવી ત્યારે તેમાંથી દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે 23,600 ની કિંમતની દારૂની બોટલો તથા 1 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 1,23,600 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ચીકાભાઇ છનાભાઇ વાટુકિયા રહે. દિગસર તાલુકો મુળી તથા આશિષકુમાર હિંમતલાલ પુજારા રહે. આસુન્દ્ર તાલુકો મુળી વાળાની ધરપકડ કરી હતી અને તે બંનેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકામાં રહેતો કરણ ભીલ (17) નામનો કિશોર માણેકવાડા ગામ પાસેથી બાઈકમાં જઈ રહેલ હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ કિશોરને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો ઈશ્વર અમરશીભાઈ કુંભાર (40) નામનો યુવાન લાલપર ગામ નજીક હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા જયંતભાઈ શાંતિભાઈ પંડ્યા (63) નામના વૃદ્ધને ગોરખજડિયા ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News