મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત
મોરબી જીલ્લામાં ચાઈનીઝ તુક્કલ-દોરીનો સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
SHARE
મોરબી જીલ્લામાં ચાઈનીઝ તુક્કલ-દોરીનો સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
મક્ર્સંક્રાંતિ ઉપર ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસકોટે દોરી, થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરી કે જે હવે પ્રતિબંધિત સાધન સામગ્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે તેના ઉત્પાદન વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને પ્રતિબંધિત સાધન સામગ્રીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરવામાં આવતું હોવાની સંભાવના છે. જેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસકોટે દોરી, થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન વેચાણ સંગ્રહ પર પ્રતિબંધ રહેશે. કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય એ રીતે જાહેર માર્ગ, રસ્તા પર, ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર, પતંગ ઉપર બિભત્સ પ્રકારના અગર આમ જનતાની કોમી તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક લખાણો લખવા ઉપર, લાકડી ઉપર કાંટાવાળા ઝાડની ડાળીઓ બાંધી, ઝંડા બનાવી કે બીજી કોઈ પણ રીતે કપાયેલ પતંગો અને દોરા મેળવવા આમ તેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તા ઉપર દોડાદોડી કરવા ઉપર, રસ્તાઓ પર ગલીઓમાં ટેલીફોન ઈલેક્ટ્રીકના બે તારો ભેગા થવાથી શોર્ટ સર્કિટના કારણે, તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય છે અને ગંભીર બનાવો બનતા હોય છે જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર ઉપર વાસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તાર, લંગર, દોરી નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર તથા આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાર્જ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉતરાયણના તહેવાર અનુસંધાને અમલી કરવામાં આવેલું આ જાહેરનામું આગામી તા ૧૬/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.









