મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું


SHARE









મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું

મોરબીની આયુષ હોસ્પિટલમાં એક ૬૦ વર્ષના દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યા હતા અને જ્યારે દર્દીને લઈને આવ્યા હતા તે બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮ % હતું.

ત્યાર બાદ ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી અને જણાયું હતું કે, દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે, દર્દીના લોહીમાં CO2 વાયુનું લેવલ ૯૮ જેટલું થઈ ગયું છે. કીડની પર ડેમેજ થયું છે, ફેફસામાં ચેપ ફેલાઈ ગયો છે.તેમજ દર્દીની હાલતને ધ્યાનમાં લેતા તાત્કાલિક ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા ,દર્દીના દીકરા દ્વારા ખુબજ ભાવુક રીતે વિનંતી કરવામાં આવી હતી કે “સાહેબ આ મારા પપ્પા છે, તમારે ગમે તેમ કરીને એમને સાજા કરવાના છે” અને અંતે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં તેમની સચોટ નિદાન અને સારવાર ખુબજ સફળતાપૂર્વક થતા વેન્ટિલેટર પરના દર્દીની માત્ર ૫ દિવસમાં ખુબજ સારું થઈ જતા રજા કરવામાં આવી હતી. આથી દર્દી અને દર્દીના સગા દ્વારા ડો. સત્યજીતસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલનો અંતઃકરણથી આભાર માનવામાં આવ્યો હતો.




Latest News