મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE















મોરબીમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના વીસીપરામાં ભારત ફ્લોર મિલની બાજુમાંથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 21 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 21,000 નો દારૂ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ અમરેલી રોડ ઉપર ભારત ફ્લોર મિલની બાજુમાંથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 21 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 21,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હુસેનભાઇ ઉર્ફે બાબા આલમભાઈ સામતાણી (32) રહે. વીસીપરા દીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ખાખરાળા ગામે રહેતા છબીબેન છગનભાઈ વડાવીયા (60) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેમને ઇજા થતાં તેઓને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવા સ્લીપ થતાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા મહેશભાઈ બાબુભાઈ આંત્રેસા (37) નામનો યુવાન સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીકથી પોતાનું એકટીવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના એકટીવાની આડે કૂતરું આવતા વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના કાંતિનગરમાં રહેતા ઝરીનાબેન અનવરભાઈ માલાણી (40) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News