મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરી સાથે પ્રેમ કરતાં શખ્સે લગ્નની વાત કરતાં થયેલ મારામારીમાં વૃદ્ધની હત્યા: સામસામી ફરિયાદ 


SHARE















મોરબીમાં દીકરી સાથે પ્રેમ કરતાં શખ્સે લગ્નની વાત કરતાં થયેલ મારામારીમાં વૃદ્ધની હત્યા: સામસામી ફરિયાદ 

મોરબીમાં પાડા પુલ નીચે ઝૂપડામાં રહેતા શખ્સને ત્યાં રહેતા પરિવારની દીકરી સાથે પ્રેમસબંધ કર્યો જેથી કરીને બુધવારે રાતે તાપણું કરીને દીકરીના પિતા સહિતના બેઠેલા હતા ત્યાં આ શખ્સ ગયો હતો અને તેને દીકરીના પિતા તેમજ ભાઈને પ્રેમસબંધ અને લગ્ન કરવા માટેની વાત કરી હતી ત્યાર બાદ મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવતીના પિતાને ઢસડીને બાવળની જાળીમાં લઈ જઈને તેને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર ઝીકિ દીધું હતું જેથી વધુ પ્રમાણમા લોહી નીકળી જવાથી તે વૃદ્ધનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ ટંકારા તાલુકાના સાવડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં મયુર બ્રિજની નીચેના ભાગમાં ઝૂંપડામાં રહેતા મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા (22)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય રમેશભાઈ હઠીલા, અજય ભનુભાઈ, બંટી ડામોર અને દીપુ અરજણભાઈ રહે ચારેય મયુર બ્રિજની નીચે ઝૂંપડામાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, આરોપી અજય હઠીલાને ફરિયાદીની બહેન સાથે પ્રેમસંબંધ હતો અને લગ્ન કરવાની તેણે વાત કરી હતી અને ત્યાર બાદ ફરિયાદી અને તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ અજય હઠીલાના ઝૂંપડાંની બાજુમાં રહેતા અન્ય ત્રણ શખ્સોને તે બોલાવી લાવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી અને તેના પિતાને છુટા પથ્થરના ધા અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને ચારેય આરોપીઓ ફરિયાદીના પિતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને ઢસડીને બાવળની જાળી બાજુ લઈ ગયા હતા ત્યાં સાથળના ભાગે તેને તીક્ષણ હથિયારનો ઘા ડાબા પગમાં માર્યો હતો જેથી ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી મોરબીમાં મયુર બ્રિજની નીચેના ભાગમાં હાલમાં રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અજયભાઈ રમેશભાઈ હઠીલા (25)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ કાસુભાઈ, કાસુભાઈ ચાડમિયા, મનોજભાઈના સાળા દિલીપભાઈ તથા સસરા ઘોઘા ભાઈ અને સવસીભાઇ રહે. બધા હાલ મયુર બ્રિજ નીચે ઝૂંપડામાં મોરબી વાળાઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓ તાપણું કરીને બેઠેલા હતા અને ફરિયાદી ત્યાં બેસવા ગયો હતો અને તેણે પ્રેમસંબંધ બાબતે વાતચીત કરતા મનોજભાઈને સારું નહીં લાગતા તેણે અને તેના પિતા કાસુભાઈએ ફરિયાદીને ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી ફરિયાદીએ બાજુમાં રહેતા સાહેદોને બોલાવતા ફરિયાદી અને આરોપીઓને જુદા પડાવીને ઝઘડો નહીં કરવા માટે તેને સમજાવતા હતા ત્યારે દિલીપભાઈ, ઘોઘાભાઈ અને સવસીભાઇને સારું નહીં લાગતા તેઓએ ફરિયાદી અને સાહેદોને લાકડાના ધોકા વડે મારમારીને માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી અને છુટા પથ્થરના ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News