મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ


SHARE















મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ

મોરબીના રાજપર ગામે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા સર્ચ રેડ કરવામાં આવી હતી અને ત્યાં તપાસ કરતા રાજપર ગામે ગોડાઉનમાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચીટીંગ કરીને મેળવવામાં આવેલી ૩૨૦ ગુણી સોપારી મળી આવતા સોપારી જપ્ત કરી હતી અને રાજપરના એક ઇસમ તથા જે તે વખતે ટ્રકના માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંતોષ મિસ્લે બાતમીને આધારે તપાસ માટે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકાના રાજપર ગામે તપાસ કરતા અહીં લક્ષ્મણભાઈ રવજીભાઈ નકુમનું ગોડાઉન ભાડે રાખીને તેમાં ડેનિસ કાંતિલાલ મારવાણીયા રહે. રાજપર તા.મોરબીએ સોપારીનો જથ્થો સંગ્રહિત કરીને રાખ્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર ખાતેથી ચીટીંગ કરીને આ ૩૨૦ ગુણી સોપારી ટ્રક નંબર જીજે ૧૯ એકસ ૪૪૬૨ માં લાવવામાં આવ્યો હોય હાલ આ સોપારીનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસે તેઓના ટ્રક નંબર એમએચ ૧૮ એસી ૨૨૯૯ માં ભરીને મહારાષ્ટ્ર ખાતે રવાના કરેલ છે.અને આ કેસમાં રાજપર ગામના ડેનિસ કાંતિલાલ મારવાણીયા કે જેને ગોડાઉન ભાડે રાખીને અહીં આ સોપારીનો જથ્થો સંગ્રહિત કર્યો હતો તેની તથા ટ્રકના ચાલક અને ટ્રકના માલિકની શોધખોળ શરૂ કરેલ હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત

મોરબીના લાલપર ગામે રહેતા સોનાબેન રાકેશભાઈ મેઘવાળ ઉંમર વર્ષ ૨૮ ને વાહન અકસ્માતમાં ઈજા થતાં લાલપરના પીએચસી ખાતે સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હોય પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી..જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર પાસે આવેલ વિશાલ ફર્નિચરની પાછળ સેરા કેમિકલ નામના યુનિટ ખાતે કેમિકલ યુક્ત પાવડર મોં તથા નાકમાં જતા અસર થવાથી નીતિનભાઈ બારોટ (૨૮) રહે.પ્રેમજીનગરને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

મોરબીના અવની મેઇન રોડ ખાતે પૌત્રના બાઈક પાછળ બેસીને જતા વખતે વાહનમાંથી પડી જતા લાલજીભાઈ નાગજીભાઈ પટેલ (૮૪) રહે. રામ મુદ્રિકા એપાર્ટમેન્ટ દર્શન ટાઉનશિપ નિર્મલ સ્કૂલ પાસે રવાપર રોડ મોરબીને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની માધાપર સ્કૂલ નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલ માનુબેન સતિષભાઈ હડિયલ (૩૧) રહે.પંચાસર રોડને ઈજા થઈ હોય તેમને પણ અત્રેની ખાનગી હોસ્પિટલને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના સુરેશભાઈ છનાભાઈ બારૈયા નામનો ૨૨ વર્ષનો યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે માટેલ રોડ ઉપર અમરધામ ચોકડી પાસે બાઇકની આડે કૂતરું આડું ઉતરતા વાહનમાંથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મહીલા સારવારમાં

હળવદના કીડી ગામે શંકરભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ભગલીબેન રામસિંગ રાઠવા નામના ૨૫ વર્ષીય મહિલાને કામ દરમિયાન લાકડું માથા ઉપર પડતા ઈજાઓ થઈ હોય હળવદ ખાતે સારવાર લઇ વધુ સારવાર માટે મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે રહેતા પ્રશાંતભાઈ મુકેશભાઈ સેજપાલ નામના ૩૨ વર્ષના યુવાને કોઈ કારણોસર દવા પીધી હોય તેને મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.તેમજ હળવદના ચરાડવા ગામે રહેતા યોગેશ ભાનુભાઈ સોનગ્રા નામના ૩૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જયારે ધાંગધ્રા પાસેના નારીચાણા ગામે ભરવાડ વાસ વિસ્તારમાં રહેતા રતુભાઈ રૂપસંગભાઈ રાજપૂત નામના ૬૦ વર્ષના વૃદ્ધ વાહન અકસ્માત બનાવમાં ઇજા પામતા મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News