મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ
SHARE
મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ
માળિયા હાઇવે ઉપર આવેલ જી.કે.હોટલ ખાતે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી (રા.ક.) અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા હાજર રહ્યા હતા અને મોરબી માળીયા વિસ્તારના નવલખી પોર્ટના વણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરેલ હતી, કચ્છ-જામનગર વીજ લાઈન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કરવા તથા પીપળીયા માળીયા વચ્ચે સાગરમાલા નેશનલ હાઈવે પસાર કરવા અંગે ચાંચાવદરડા, જસાપર વિ. ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવા જેવા મુદ્દાઓ માટે ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓ અને ખેડૂતો-પ્રજાજનોની ઉપસ્થિતિમાં પ્રશ્નોનું શક્ય નિરાકરણ લાવવા ચર્ચા કરેલ તેમજ અધિકારીઓને ઝડપથી નિરાકરણ લાવવા માટેની સુચના આપેલ હતી.