મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો: પથ્થરના ઘા-લાકડાના ધોકાથી મારમાર્યો


SHARE







મોરબીમાં ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો: પથ્થરના ઘા-લાકડાના ધોકાથી મારમાર્યો

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન સામે આવેલ શ્રી હરિપાર્ક સોસાયટીના ગેટ પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ભાઈ સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે રહેલ સાહેને ટાઇલ્સ જેવા પથ્થરના છૂટા ઘા મારીને માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ મોરબીમાં નજરબાગ પાસે આવેલ જીવરાજ પાર્ક સોસાયટીના રહેવાસી અને હાલમાં લધીરપુર રોડ ઉપર આવેલ લેક્ષેસ સીરામીક કંપનીમાં રહેતા અને મજૂરી કરતા ભાવિનભાઈ વિનોદભાઈ ચૌહાણ (29)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ ચૌહાણ તથા તેનો ભાઈ પવો ચૌહાણ રહે. બંને શ્રી હરિપાર્ક સોસાયટીના ગેટ પાસે મફતિયાપરામાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે નજરબાગ રેલવે સ્ટેશન સામે શ્રી હરિપાર્ક સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીઓને અગાઉ તેના ભાઈ સાથે ઝઘડો થયો હતો તે બાબતનો ખા રાખીને દિનેશભાઈએ ફરિયાદી તથા સાહેને ટાઇલ્સ જેવા પથ્થરના છૂટા ઘા કરીને માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી અને લાકડાના ધોકા વડે શરીરે માર મારીને ઇજા કરેલ છે તેમજ ફરિયાદી અને સાહેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે. 






Latest News