મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માથી મોરબીના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાનો નિર્દોષ છુટકારો થયેલ છે.

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, તેની સગીર વયની દીકરીને આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલ છે અને તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ગુનાના કામે આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા. અને ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, અન્ય સાહેદો, પંચો, ડોકટ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નિર્દોષ છે. અને ફરીયાદ પક્ષ કેસને શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય તે સહિતની દલીલ કરી હતી જે દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારા આરોપીને ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી અગેચાણીયા, કુલદિપ ઝિંઝુવાડીયા, રવિ ડી. ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.






Latest News