મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની સેંટમેરી સ્કૂલ પાસે રીક્ષા પલ્ટી મારી જતાં પાંચને ઇજા


SHARE













મોરબીની સેંટમેરી સ્કૂલ પાસે રીક્ષા પલ્ટી મારી જતાં પાંચને ઇજા

મોરબીના નવલખી રોડ સેંટમેરી સ્કૂલની પાસે રીક્ષા પલ્ટી મારી ગઇ હતી. આ બનાવમાં અકબરશા ઉષ્માનશા-40, રહે. મદીના સોસાયટી, વીસીપરા, સવિતાબેન હસમુખભાઇ કોળી-50, આશાબેન જગદીશભાઇ રાઠોડ-25, નિલમબેન હસમુખભાઇ કોળી-15 અને હેતલબેન સુરેશભાઇ રહે. બધા નવલખી ફાટક પાસેને ઇજાઓ થતાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. જેથી બી-ડીવીઝન પોલીસ મથકના બી.કે. દેથાએ તપાસ કરી હતી. જ્યારે સામાકાંઠે નટરાજ ફાટ પાસે છોટાહાથી સાથે વાહન અકસ્માત થતાં ઇજા  પામેલ બીજલભાઇ માધાભાઇ અંબાલીયા-80 અને લક્ષ્મણભાઇ બીજલભાઇ-45, રહે. બંને માણીયા-વનાળીયા સોસાયટી સો ઓરડી પાછળને સારવાર માટે ખસેડાયા હતા.

વૃધ્ધનું મોત
હળવદના કડીયાણા ગામના જાદવજીભાઇ કાનજીભાઇ-56, જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોય, પોલીસે વધુ તપાસ કરી હતી તેમજ શનાળા રોડ પર આવેલ રેવા ટાઉનશીપ ખાતે રહેતા શિલાબેન લક્ષ્મણરાવ-52, હાલ મોરબી મુળ જીસીસી કલ્યાણ બિલ્ડીંગ દેવનીપુરમ તા.જી. ચાંગલપટ્ટ તામીલનાડુને મોરબી રેવા ટાઉનશીપ ખાતે રૂમમાં હાર્ટએટેક આવતા બેભાન હાલતમાં દવાખાને ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.

વાહન અકસ્માત
પંચાસર રોડ ઉપર ઓટો રીક્ષા સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા હરજીવન દેવજીભાઇ ચાવડા-15, રહે. કોચલની વાડી માધાપરા મોરબીને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે હળવદના દેવળીયા રોડ, મહાકાળી આશ્રમ નજીક રીક્ષા પલ્ટી મારી જતાં દલપતભાઇ વસંતભાઇ ચગેચાણીયા, રહે. શોભેશ્ર્વર ટોલનાકા પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં જગદીશભાઇ ધનજીભાઇ જોષી-53, રહે. ભાવનગર અને પંકજભાઇ ધનજીભાઇ જોષી-45, રહે. રાજુલાને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતાં.

યુવતી સારવારમાં
હળવદ ચરાડવાના ગોપાલનગર ખાતે રહેતા પરિવારની સંધ્યાબેન પુનીતભાઇ રાઠોડ-18 નામની યુવતી કોઇ કારણોસર ફીનાઇલ પી જતાં અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે લુણસર ગામના હરજીવનભાઇ દેવશીભાઇ વરમોરા-84ને રવાપર ગામે ક્રિષ્ના સ્કુલ નજીક બાઇક પાછળથી પડી જતાં સારવાર માટે ઓમ ઓથો. હોસ્પીટલે ખસેડાયા હતા. જોન્સનગરમાં રહેતા શહેનાઝબેન કરીમભાઇ ચાનીયા-35ને ઘર પાસે મારામારીમાં ઇજા થતાં સારવાર માટે દવાખાને લઇ જવાયા હતાં. જ્યારે નવલખી હાઇવે જેપુર ગામ પાસે બે બાઇક અથડાતા જયભાઇ જગદીશભાઇ ભટ્ટ-31, રહે. બ્રહ્મપુરી સોસાયટી જેપુર અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ-50ને ઇજાઓ થતાં સારવારમાં લઇ જવાયા હતા. વાંકાનેર હાઇવેના જાંબુડીયા ગામે રહેતા કુલદિપ ભૂપતભાઇ ચુડાસમા-20ને ગામ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં લઇ જવાયો હતો અને હળવદ રોડ ખોડા ગામે બાઇક સ્લીપ થવાના બનાવમાં ત્યાં રહેતા દેવજીભાઇ મલુભાઇ ચાડમીયા-70ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News