મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ-જામસર રોડે રિવર્સમાં આવેલ મોટર ગ્રાઇન્ડર મશીનના ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરના માટેલ-જામસર રોડે રિવર્સમાં આવેલ મોટર ગ્રાઇન્ડર મશીનના ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેરના માટેલથી જામસર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ વોકળાના પુલ પાસે મોટર ગ્રાઇન્ડર મશીનને પાછળ જોયા વગર રિવર્સમાં લેતા ત્યાંથી ચાલીને જઈ રહેલા વૃદ્ધને હડફેટે લીધા હતા જેથી તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તેઓનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના વરડુસર ગામે રહેતા રમેશભાઈ રાજાભાઈ નંદાસિયા (50)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોટર ગ્રાઇન્ડર મશીન નંબર જીજે 18 એસએસ 0499 માં ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના માટેલથી જામસર તરફ જવાનો રસ્તા ઉપર વોકળાના પુલ પાસેથી તેઓના પિતા રાજાભાઈ નંદાસિયા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાનું વાહન પાછળ જોયા વગર સ્પીડમાં રિવર્સમાં લીધું હતું અને ત્યારે પાછળથી ફરિયાદીના પિતા ત્યાંથી ચાલીને પસાર થઈ રહ્યા હતા જેને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા ખાતે રહેતો રાકેશરામ કરણભાઈ (27) નામનો યુવાન ટ્રેલરમાં હતો ત્યારે માળીયા નજીક પાછળથી ટ્રક અથડાતાં અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામ પાસે આવેલ શિવમ પ્લાસ્ટિક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રોશનીસિંગ રામસિંગ (38) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News