વાંકાનેરમાં રિક્ષા હટાવવા બાબતે બોલાચાલી કરીને યુવાનને ધોકા વડે મારમાર્યો
હળવદના વેગડવાવ ગામે મંદિરમાં તોડફોડ કરનારને સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી
SHARE
હળવદના વેગડવાવ ગામે મંદિરમાં તોડફોડ કરનારને સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાનના મંદિરમાં તે જ ગામની અંદર રહેતા શખ્સ દ્વારા તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી જેથી આધેડ સહિતનાઓ તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે સામે વાળાએ તેને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદના વેગડવાવ ગામે રહેતા લાલજીભાઈ લવજીભાઈ પીપળીયા (55)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ ચતુરભાઈ સુરેલા રહે. વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વેગડવાવ ગામમાં આવેલ ખીજડીયા હનુમાનજીના મંદિરે રહેલ વસ્તુઓમાં આરોપી દ્વારા તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી જેથી ફરિયાદી અને સાહેદો તેને કહેવા માટે થઈને ગયા હતા અને તે બાબતે તેને સારું નથી લાગતા આરોપીએ ફરિયાદી સહિતનાઓને ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અન્ય વાહનના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં મોરબીના નવા મકાનસર ગામે રહેતા કાનાભાઈ કાથડભાઇ વેરાણા (48), લાભુબેન કાનાભાઈ વેરાણા (45), ભાવનાબેન દેવરાજભાઈ (41) અને હેમીબેન દેવરાજભાઈ (3) નામના ચાર વ્યક્તિઓને ઈજા થઇ હતી જેથી તેઓને શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે