ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને કૌટુંબિક બનેવી સહિત 4 શખ્સોએ મહિલા સહિત 3 વ્યક્તિને મારમાર્યો


SHARE











મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને કૌટુંબિક બનેવી સહિત 4 શખ્સોએ મહિલા સહિત 3 વ્યક્તિને મારમાર્યો

મોરબીના આમરણ ગામે રહેતા યુવાનની મામાની દીકરી સાથે તેનો પતિ ઝઘડો કરતો હોય તે બાબતે યુવાનને માથાકૂટ થઈ હતી અને આ બાબતનો ખારાખીને તેના કૌટુંબિક બનેવી સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા યુવાનને ગાળો આપવામાં આવી હતી અને બોલાચાલી કરવામાં આવી હતી જેથી તેને સમજાવવા માટે યુવાન સહિતના ગયા હતા ત્યારે ચાર શખ્સોએ તેની સાથે માથાકૂટ કરીને યુવાનને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીના આમરણ ગામે રહેતા સલીમભાઈ અકબરભાઈ જામ (26)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈશાકભાઈ સીદીકભાઈ જામ, આસીનભાઈ ઈશાકભાઈ જામ, સીદીકભાઈ ઈશાકભાઈ જામ અને તાજમહમંદ ઈશાકભાઈ જામ રહે તમામ આમરણ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની મામાની દીકરી ફરિદાના લગ્ન સીદીકભાઈ સાથે થયા હતા અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ફરિયાદીએ અગાઉ માથાકૂટ કરેલ હતી જે બાબતનો ખા રાખીને ફરિયાદી તથા સાહેદો સાથે ચારેય આરોપીઓએ બોલાચાલી કરીને ઝઘડો કરીને ગાળો આપી હતી જેથી તેઓને સમજાવવા માટે જતા ફરિયાદી યુવાનને માથાના ભાગે લાકડાનો ધોકો મારીને ઇજા કરવામાં આવી હતી જ્યારે સાહેઅકબરભાઈને કાંડા અને જમણા હાથમાં લાકડાનો ધોકો મારીને ઇજા કરી હતી અને અમીલાબાઈને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સાપ કરડી ગયો

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા લીલાબેન રાજુભાઈ (45) નામના મહિલાને વાડીએ હતા ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

ઝેરી દવા પી લીધી

હળવદના શિવપુર ગામે મણીલાલ મોહનભાઈની વાડીએ રહેતા નીતાબેન પ્રવીણભાઈ બારૈયા (28) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News