મોરબી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના માતા પિતા સાથે ખાસ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં લોકાર્પણ પહેલા જ ખંઢેર થઈ ગયેલા આવાસ મુદે કાલે આપ દ્વારા મુખ્યમંત્રીને કરાશે રજૂઆત
SHARE
મોરબીમાં લોકાર્પણ પહેલા જ ખંઢેર થઈ ગયેલા આવાસ મુદે કાલે આપ દ્વારા મુખ્યમંત્રીને કરાશે રજૂઆત
મોરબીમાં દલવાડી સર્કલ પાસે નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ આશરે 10 વર્ષ પહેલા 500 થી વધુ કવાર્ટર બનાવવામાં આવેલ છે જો કે, તે હજુ સુધી લાભાર્થીઓને સોંપવામાં આવેલ નથી ત્યાર ખંઢેર જેવા થઈ ગયા છે. ત્યારે આ બાબતે આપના આગેવાન દ્વારા લાભાર્થીઓને સાથે રાખીને કાલે મોરબી આવી રહેલા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.
મોરબીના શ્રમજીવી પરિવારો અને નબળા પરિવારોને 2 રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે સરકારી યોજના હેઠળ આ મકાનો બનાવવામાં આવ્યા હતા અને જો કે, હજુ સુધી કામ સો ટકા પૂર્ણ કરવામાં આવ્યું નથી અને લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવેલ નથી. છેલ્લા 9 વર્ષથી આ મકાન પડતર હાલતમાં છે અને સરકારી ગ્રાન્ટ રૂપે પ્રજાના રુપિયાનું પાણી કરવામાં આવ્યું છે આટલું જ નહીં આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું ઉઘરાણું કરી નાખેલ હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. તેવી માહિતિ આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ આપેલ છે. વધુમાં એવો આક્ષેપ કરેલ છે કે, અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર લાભાર્થીઓને કવાર્ટરની સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવળ્યું છે. ત્યારે ગરીબ પરિવારોને ન્યાય અપાવવા માટે થઈ આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા તેમની ટીમ સાથે પીડિત પરિવારોને સાથે રાખી કાલે શનિવારે મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે રજૂઆત કરશે અને ગરીબ પરિવારોને ન્યાય માટેની માંગ કરશે.









