મોરબીમાં લોકાર્પણ પહેલા જ ખંઢેર થઈ ગયેલા આવાસ મુદે કાલે આપ દ્વારા મુખ્યમંત્રીને કરાશે રજૂઆત
મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ, તપાસ શરૂ
SHARE
મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ, તપાસ શરૂ
મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતા મજુર પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સગીરાને શોધવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરયા છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદયપુરના અને હાલ મોરબી તાલુકાના રામગઢ ગામે રહીને મજૂરી કામ કરતાં પરિવારની ૧૧ વર્ષની દીકરીનું તા.૨૪-૧૨-૨૫ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ હતું.જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા દ્વારા ગુમ થયેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
એનડીપીએસના ગુનામાં અટકાયત
રાજસ્થાનના જોધપુર રૂલર પીપાડ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ કૈલાસચંદ ડાંગાં બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસના ગુનામાં શકદાર તરીકેના છોટુસિંગ કાલુસિંગ રાવત (૩૨) રહે.હાલ મોરબી હરીપર (કેરાળા) પાસે સિરામિક યુનિટમાં મૂળ રાયપુર બ્યાવર રાજસ્થાનને મોરબી ખાતેથી હસ્તગત કર્યો હતો અને તપાસના કામે જોધપુર (રાજસ્થાન) લઈ ગયા હોવાનું મોરબી તાલુકા પોલીસમાંથી જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા
મોરબીના ઘુંટુ રોડ ખાતે રહેતા દીપકભાઈ ચમનલાલ ડાંગી પટેલ નામના ૨૦ વર્ષના યુવાનને ત્રાજપર ચોકડીથી ઘુંટુ જતા રસ્તે રામાપીર મંદિર નજીક મારામારી બનાવમાં ઈજા થતાં દવાખાને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ જતા રસ્તે બાઈક ગાય સાથે અથડાતા થયેલા અકસ્માત બનાવમાં ભાવિશા મુકેશભાઈ જોબનપુત્રા રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડને ઈજા થઈ હોય દવાખાને સારવાર માટે લઈ જવામાં આવી હતી.
મારામારીમાં ઈજા
મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે ઈશ્વર નગર રોડ ઉપર આવેલ દલવાડી વાસ વિસ્તારમાં રહેતા વનિતાબેન જેન્તીભાઈ ચાવડા નામના ૪૭ વર્ષીય મહિલાને પાડોશી સાથે ઝઘડા બાદની મારામારીમાં ઈજા થઈ હોય અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર જતા રસ્તે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હબીબ અબ્દુલ જામ (૪૫) રહે. વીસીપરા મોરબીને પણ અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા તરફથી ઉમિયાનગર વિસ્તાર બાજુ જતા સમયે રસ્તામાં બાઇક સ્લીપ થતા જયેન્દ્રપરી નીરજપરી ગોસ્વામીને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તેમજ મોરબીના ગોર ખીજડીયા ગામના પાટીયા પાસે આવેલ યારા ડેકોરેટિવ નામના યુનિટ પાસે રહીને મજૂરી કામ કરતા ધર્મેન્દ્રભાઈ દલુભાઈ લોધી નામનો ૨૬ વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી ગયો હોય તેને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો









