મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં ગૌવંશ માંસ રાંધવાના ગુનામાં 3 મહિલા સહિત 8 આરોપીની ધરપકડ, રિમાન્ડ લેવા માટે તજવીજ


SHARE











હળવદમાં ગૌવંશ માંસ રાંધવાના ગુનામાં 3 મહિલા સહિત 8 આરોપીની ધરપકડ, રિમાન્ડ લેવા માટે તજવીજ

હળવદમાં કારખાનાની અગાસી ઉપર ગૌમાંસ રાંધતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી જગ્યા ઉપર ગૌમાંસ રાંધતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી આ બાબતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 મહિલા સહિત કુલ 8  વ્યક્તિઓ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે. અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

ગુજરાતમાં ગૌમાંસની હેરાફેરી અને ગૌવંશની કતલ કરવામાં આવતી હોય તેવું ઘણી જગ્યાએ  સામે આવ્યું છે. તેવામાં ગુરુવારે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોશની કે મીઠાના કારખાનાની અગાસી ઉપર ગૌમાંસ રાંધતા હોવાની ચોક્કસ હકીકત જીવદયા પ્રેમીઓ અને ગૌ પ્રેમીઓને મળી હતી જેથી કરીને હળવદ પોલીસને સાથે રાખીને ત્યાં સ્થળ ઉપર ચેક કરવામાં આવ્યું હતું ત્યારે કારખાનાની અગાસી ઉપર તથા ક્વાર્ટરની અંદર ગૌમાંસ રાંધતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેથી કરીને પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને હાલમાં 3 મહિલા સહિત કુલ મળીને 8 આરોપીઓને ઝડપી લીધા છે.

આ બનાવ સંદર્ભે હળવદમાં રહેતા કિરણકુમાર રજનીકાંત પંડ્યા (40)ની ફરિયાદ લઈને હળવદ પોલીસે આ ગુનામાં અલીમશા ફકીરશા સૈયદ (35), આમીનખાન નસીરખાન સૈયદ (28), મુતાઝઅલી ઉર્ફે યુનુસ સુલતાનઅલી સૈયદ (45), સલમાબેન રાજઅલી સૈયદ (40), રૂક્ષાર આમીનખાન સૈયદ (20), અનિશા નઈદરઅલી સૈયદ (42)0રહે. બધા રોશની કેર નામના મીઠાના કારખાનાના મજૂર ક્વાર્ટરમાં જીઆઇડીસી હળવદ તથા ઈકબાલ જમાલભાઈ ખાટકી (46) રહે. ધાંગધ્રા અને યાસીનભાઈ રહીમભાઈ ઘાંચી (37) રહે. હળવદ વાળાની ધરપકડ કરી છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

વધુમાં ડીવાયએસપી સમીર સારડાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કારખાનામાં જે ગૌમાંસ રાંધતા હતા ત્યાં વેટરનીરી ડોક્ટરને બોલાવીને માંસના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર જે અવશેષો જોવા મળતા હતા તે ગૌવંશના હોવાનું સામે આવ્યું હતું અને ગૌવંશનું માંસ ધ્રાંગધ્રાથી હળવદ સુધી આવ્યું હોવાનું સામે આવ્યું છે જેથી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટિમ દ્વારા ગૌવંશની કતલ ક્યાં કરવામાં આવી હતી અને ત્યાંથી અહીં સુધી માંસ કઈ રીતે લઈને આવ્યા હતા અને કેટલા સમયથી ગૌમાંસનું આવી રીતે વેચાણ કરવામાં આવતું હતું તે સહિતની દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News