હળવદમાં ગૌવંશ માંસ રાંધવાના ગુનામાં 3 મહિલા સહિત 8 આરોપીની ધરપકડ, રિમાન્ડ લેવા માટે તજવીજ
મોરબી મહાપાલિકાની ઈસ્ટ ઝોન ઓફિસે ફૂડ શાખાની ખાસ બેઠક યોજાઇ
SHARE
મોરબી મહાપાલિકાની ઈસ્ટ ઝોન ઓફિસે ફૂડ શાખાની ખાસ બેઠક યોજાઇ
મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા કમિશનરની ઉપસ્થિતિમાં ફૂડ બેફટી અને જાગૃતિને લગત મિટિંગ યોજાઇ હતી. આ બેઠકમાં મોરબીના ખાણી-પીણીના નાના મોટા ધંધાર્થીઓ સહભાગી થાય હતા. જેમાં ફૂડ લાઇસન્સ અને ખોરાકમાં હાઈજેનિક બાબતો જળવાઈ રહે તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા ઈસ્ટ ઝૉન ઓફિસે ખાણી-પીણીના ધંધાર્થીઓ સાથે ખાસ બેઠક યોજાઇ હતી, આ ખાસ બેઠક માં શહેરમાં કરિયાણાના વેપરીઓ, મિષ્ટાન ફરસાણના વેપારી, રેસ્ટોરન્ટ અને હોટલના ધંધાર્થીઓ હાજર રહ્યા હતા, આ સમગ્ર મિટિંગમાં તમામ વેપારીઓને ખાદ્ય પદાર્થોની જાળવણી હાઇજેનિક બાબતો વાસી ખોરાકનું વેચાણ અટકાવવું સહિતની બાબતની જાણકારી આપવામાં આવી હતી તમામ વેપારીઓને સ્વછતા જાળવાવ જણાવ્યું હતું. અને ફૂડ શાખાની આ બેઠકમાં મોરબી મહાપાલિકાના સ્વપનિલ ખરે, આરોગ્ય શાખાના અધિકારી રાહુલભાઈ કોટડીયા, રાજ્ય સરકારના ફૂડ સેફટી ખોફિસર નીરવભાઈ ડી.ગોધરી, કુડ સેફ્ટી ઇન્સ્પેકટર હિમાનીબેન ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









