મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હોય ચાલુ કરવા માંગ


SHARE









મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હોય ચાલુ કરવા માંગ

મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય અને હાલ ગરમીનો સમય શરૂ થયેલ હોય લોકોના હિત માટે આ પરબ ચાલુ કરવા માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવાડીયા સ્થાનિક લોકો અને અહિંના વેપારીઓએ જીલ્લા કલેકટર તેમજ પાલીકાના કમીશ્નરને પત્ર લખી રજૂઆત કરતા જણાવેલ છેકે, મોરબી.શહેરના હાર્દ સમાન નહેરૂ ગેટ પાસે આવેલ શાક માર્કેટ નજીક પીજીવીસીએલ ઓફિસ પાસે વર્ષો પહેલા જાહેર જનતાની સુવિધા માટે પીવાના પાણીનું પરબ બનાવવામાં આવ્યુ હતુ.ત્યારબાદ રીનોવેશન પણ કરવામાં આવ્યું હતું છતાં હાલ ઉનાળાની ઋતુ શરૂ થઇ ગયેલ હોવા છતા આ પાણીનું પરબ બંધ હાલતમાં છે.જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક બાબત છે.

આ વિસ્તાર મોરબી શહેરનો મુખ્ય વ્યાપારી વિસ્તાર છે જયાં મોટી શાક માર્કેટ તેમજ મેઇન બજાર આવેલ હોવાથી દરરોજ મોરબી શહેર તથા બહાર ગામથી હજારો લોકો ખરીદી માટે આવે છે.તેમાં ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે.જેમને ક્યારેક પીવાના પાણી માટે ૧૦-૨૦ રૂપિયા ખર્ચવા પણ મુશ્કેલ પડે છે.આવી સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ જાહેર પાણીનું પરબ બંધ રહે તે માનવતાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય નહીં.જો સામાન્ય અને આવશ્યક સુવિધા જેવી પીવાના પાણી વ્યવસ્થા પણ બંધ હાલતમાં હોય અને તે બાબત મહાનગરપાલિકાના ઘ્યાનમાં ન આવે તો તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.ઉપર દર્શાવેલ જગ્યાએ પાણીનું પરબ બંધ હાલતમાં છે તેને તાત્કાલિક અસરથી રીનાવેશન કરીને ફ્રીજ મુકીને ચાલુ કરવામાં આવે તેવી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.






Latest News