એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી
SHARE
એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી
ગુજરાત ભાજપના જીલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિયુક્તિ લાંબા સમયના ઈન્ટરવલ બાદ ફરી ચાલુ થઈ હતી તેમાં મોવડીમંડળે નવી માર્ગરેખા મુજબ સંભવત ટીમના નામ આપવા જણાવતા તમામ જીલ્લા અને મહાનગરોએ નવેસરથી કવાયત કરી હતી.
ગાંધીનગરમાંથી રાજ્યમાં ભાજપના જુદાજુદા જિલ્લાના પ્રમુખ સહિતના હોદેદારોમાં ફેરફાર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને ચાલુ સપ્તાહમાં જ તબકકાવાર જીલ્લા અને મહાનગરોના પ્રમુખોને બોલાવીને તેઓના મંતવ્ય બાદ હવે ગમે તે સમયથી નવી ટીમની જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે. વધુમાં એક સમાચાર મુજબ અગાઉ નિયુક્ત કરાયેલા જીલ્લા અને મહાનગરોના પ્રમુખોમાં ઓછામાં ઓછા 5 થી 6 જીલ્લા અને મહાનગરોના પ્રમુખો બદલાઈ શકે છે અને તેની જાહેરાત પણ આગામી સપ્તાહમાં કરવામાં આવશે. સૂત્રોના કહેવા મુજબ સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, બોટાદ, વડોદરા, રાજકોટ સહિતના જીલ્લા-મહાનગરોના પ્રમુખોને બદલવા માટેની કવાયત ચાલી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખે થોડા સમય પહેલ પત્રકાર પરિષદ યોજીને તેના ઉપર મોટું દેણું હોવાનું જણાવ્યુ હતું જેથી કરીને આગામી સમયમાં પક્ષને કોઈ નુકશાન ન થાય તે માટે અને આગામી સમયમાં આવી રહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપ દ્વારા નજીકના દિવસોમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ સહિત રાજ્યમાં કુલ મળીને 5 થી 6 પ્રમુખોને બદલાવવામાં આવે તેવા સંકેતો ભાજપના સૂત્રો પાસેથી મળી રહ્યા છે.









