મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ
SHARE
મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ
ઠંડી વધી રહીં છે ત્યારે લોકો તાપણું કરતા હોય છે અથવા આગ જુવે ત્યાં શરીર શેકવા લાગતા હોય છે ત્યારે ટંકારા નજીક નશીતદાર પર ગામ પાસે કારખાનામાં ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ હતી. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
મળતી વિગત અનુસાર, આરતીબેન દશરથભાઈ કદમ (ઉંમર વર્ષ 55, રહે.લુંજન ફેક્ટરી, નસીતપર ગામ, ચાચાપર રોડ, તાલુકો ટંકારા, જીલ્લો મોરબી) ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ ઉપરોક્ત કંપનીના રૂમમાં જ્યાં તે પરિવાર સાથે રહેતી હતી ત્યાં ગેસના ચૂલાની આગમાં હાથ પગને શેકી તાપણુ કરતી હતી ત્યારે મોબાઈલમાં ફોન આવતા, ફોનમાં વાત કરતા કરતા ધ્યાન ન રહેતા આગની જાળ સાડીમાં લાગી જતા આખા શરીરે દાઝી ગઈ હતી.જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરિવારે જણાવ્યું કે, આરતીબેનને સંતાન 3 દીકરા અને 1 દીકરી છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશ ગ્વાલિયરના વતની છે. હાલ આરતીબેન સારવાર હેઠળ છે
કમ્પ્રેશનની નળી ફાટતા શ્રમિકને ઇજા
મોરબીના લીલાપર રોડ પર સીરામીક કંપનીમાં કમ્પ્રેશનની નળી ફાટતા શ્રમિકને ઇજા થઈ હતી. તેને તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. મુકેશભાઈ સોમાભાઈ સનુરા (ઉંમર વર્ષ 40, રહે. લીલાપર ગૌશાળાની સામે મોરબી) ગઈકાલે સાંજે 7:30 વાગ્યા આસપાસ પોતે રોમ સીરામીક નામની કંપનીમાં મોરબી લીલાપર રોડ ઉપર હતા ત્યારે કમ્પ્રેશનની નળી ફાટતા વાસાના ભાગે ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. મોરબી તાલુકા પોલીસે નિવેદન લેવા તજવીજ કરી હતી









