વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી

મોરબીના વતની પરેશભાઈ અમરશીભાઈ કાસુન્દ્રાએ બજાજ ફાઇનાન્સમાંથી ૬.૫ ટકાના દરે તા.૨૫-૧૨-૨૫ ના રોજ લોન લેવાનું નકકી કરેલ ફાઇનાન્સ કંપનીએ કહ્યું કે લોન સામે તમારે પ્રિમીયમ ખરીદ કરવાનું કહેવામાં આવેલ એટલે પરેશભાઈએ ભારતી એક્ષા લાઈફ ઇન્સ્યોરન્સ કું લી. માંથી રૂપિયા ૩૦,૦૦૦ વિમા પ્રિમીયમ ભરી લોન માટે અરજી કરેલ ત્યારબાદ બજાજ ફાઈનાન્સમાંથી ફોન આવેલ કે તમોને છ લાખથી વધુ એટલે કે રૂપિયા ૨૦,૦૦,૦૦૦ લોન મળવાપાત્ર થાય છે અને તે માટે પાંચ ટકા પ્રિમીયમનો વીમો લેવાનું નકકી કરતા ફરીયાદીએ રૂપિયા ૯૦,૦૦૦ નો વીમો તા.૧૪-૨-૨૩ ના પોલીસી નં. ૫૦૩/૭૯૮૫૪૦૪ થી પોલીસી નંબર ઇશ્યુ કરવામાં આવેલ જે પોલીસી લોન સામે હતી.પરંતું ત્યારબાદ બજાજ ફાઇનાન્સએ ફોન દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલ કે આરબીઆઈ ના નિયમ મુજબ લોન ધારક સામે ગેરેન્ટેડ હોવું જોઈએ અને તેનો પણ વીમો હોવો જોઈએ.

ફરીયાદીએ મોરબી ખાતેની બજાજ ફાઈનાન્સ કંપનીનો સંપર્ક કરતા તેને એવી જાહેરાત કરેલ કે ત્રણ વર્ષના સતત વીમા ભરપાઈના પ્રિમિયમ બાદ સરેન્ડર વેલ્યુ ઉપર લોન મળે, પરંતુ અમે આવી કોઈ લોન આપી શકતા નથી.ફરીયાદીએ અન્ય બે પોલીસી પ્રિમીયમ રકમ રૂપિયા ૧,૪૨,૦૦૦ ફરીયાદીને પરત કરેલ.પરંતુ ફરીયાદીએ પ્રથમ ભરેલ પ્રિમીયમની રકમ રૂા.૧,૨૦,૦૦૦ સતત માંગવા છતા પણ “ભારતી એક્ષા લાઇફ ઇન્સ્યોરન્સ કો લી.” આપવા દરકાર કરેલ નહીં.ફરીયાદીને સંતોષકારક જવાબ ન મળતા તેમણે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો મળીને તેમના દ્વારા કેસ દાખલ કરાવ્યો હતો.જે કેસ ગ્રાહક અદાલતમાં ચાલી જતા “ભારતી એક્ષા લાઇફ ઇન્સ્યોરન્સ કશું લી.” ને કહયું કે પ્રિમીયમની રકમ રૂપિયા ૧,૨૦,૦૦૦ માંથી પ્રપોસનેટ કરી બાકીની રિફન્ડ રકમ ફરીયાદીને તા.૧૧-૭-૨૪ થી નવ ટકાના ચડત વ્યાજ સાથે મળી કુલ રકમ ચુકાદાની તારીખથી એક માસમાં ચુકવવાનો હુકમ કરેલ છે.જો નિયત સમયમાં રકમ ચુકવવામાં નહીં આવે તો નવ ટકા ને બદલે બાર ટકા લેખે ચુકવવા કંપની જવાબદાર છે.તથા ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ અરજદારને ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશાં લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો.






Latest News