ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું
SHARE
ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું
જુનિયર ટાઇટન્સ, “લેટ્સ સ્પોર્ટ આઉટ!” ની ભાવનાને ગુંજવતા, આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે; આગામી લેગ અમરેલી (31 જાન્યુઆરી), આણંદ (7 ફેબ્રુઆરી) અને અમદાવાદ (14 ફેબ્રુઆરી)માં યોજાશે
ગુજરાત ટાઇટન્સે શનિવારે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિનો મોરબી લેગ (leg) પૂર્ણ કર્યો, જે બાળકોમાં નાની ઉંમરથી જ આઉટડોર રમત, શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ફ્રેન્ચાઇઝીની સમુદાય-સંચાલિત પહેલને આગળ ધપાવે છે.
મોરબીના રાજકોટ રોડ ઉપર આવેલ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આયોજિત એક દિવસીય કાર્યક્રમમાં મોરબી અને આસપાસના વિસ્તારોની 24 ખાનગી અને સરકારી શાળાઓના 14 વર્ષથી ઓછી ઉંમરના 1000 થી વધુ બાળકો એકઠા થયા હતા. આ ઇવેન્ટમાં મનોરંજક અને સર્વસમાવેશક પ્રવૃત્તિઓની શ્રેણી રજૂ કરવામાં આવી હતી જે બાળકોને આઉટડોર રમતના આનંદનો અનુભવ કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી હતી. જુનિયર ટાઇટન્સે તેની પ્રથમ બે આવૃત્તિઓ દ્વારા ગુજરાતભરના 10,000 થી વધુ બાળકોને સાંકળ્યા છે. ‘લેટ્સ સ્પોર્ટ આઉટ!’ ની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપતા, આ પહેલ અમદાવાદની બહારના સમુદાયો સાથે ગુજરાત ટાઇટન્સના જોડાણને મજબૂત કરવાની સાથે સહભાગિતા અને સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઇવેન્ટ પછી બોલતા, ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહે કહ્યું, “જુનિયર ટાઇટન્સ બાળકોને રમતગમતના સકારાત્મક અને સર્વસમાવેશક અનુભવ દ્વારા આઉટડોર રમત અને શારીરિક પ્રવૃત્તિ અપનાવવા પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત છે. મોરબીમાં અમે જે સહભાગિતા જોઈ છે તે આવા કાર્યક્રમો માટે વધતા ઉત્સાહને દર્શાવે છે અને જુનિયર ટાઇટન્સને વધુ શહેરોમાં લઈ જવાની અને સમુદાયો સાથેના અમારા જોડાણને મજબૂત કરવાની અમારી ઈચ્છાને વધુ બળ આપે છે.” જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિ હવે અમરેલી (31 જાન્યુઆરી) જશે, ત્યારબાદ આણંદ (7 ફેબ્રુઆરી) અને અંતે 14 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સમાપ્ત થશે.









