ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું
મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી
SHARE
મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં જોધાપર ગામે પાસે આવેલ પાંજરાપોળની જગ્યામાં બનાવવામાં આવેલ નમો વનની મુલાકાત લીધી હતી. આ તકે નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ અને હરિયાળાનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કરી પાંજરાપોળ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને નમો વનની સંભાળ, વિકાસ અને વિસ્તરણ અંગે મુખ્યમંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની જમીન જોધાપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં આવેલ છે ત્યારે હાલમાં ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમ તથા વન વિભાગને સાથે રાખીને દસ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ઉલેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત તા.17 સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ નિમિતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના હસ્તે નમો વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારે 40 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ વનકવચમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યુ હતું. અને ચાર મહિના પછી આજે મુખ્યમંત્રી મોરબી આવ્યા હતા ત્યારે તેઓએ નમો વનનું નિરીક્ષણ કરીને વૃક્ષોથી લીલછમ નમો વન ને જોઈને મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. અને પર્યાવરણના વિવિધ પડકારોને નિવારવા માટે વૃક્ષો વાવી તેની માવજત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે મોરબી ખાતે વિકસતું નમો વન શહેરની શોભા વધારવાની સાથે ઓક્સિજનમાં વધારો કરશે. તેમજ લોકોને પર્યટન સ્થળ મળી રહેશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આ તકે મુખ્યમંત્રી સાથે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ત્રિકમભાઈ છાંગા તથા હિરેનભાઇ પારેખ, પ્રજ્ઞેશભાઈ વાઘેલા અને પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ, જયેશભાઈ શાહ, હિતેશભાઇ ભાવસાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.









