મોરબીના લીલાપર ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 5000 લિટર આથો, 150 લિટર દેશી દારૂ સહિત 1.59 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ મોરબીના જાંબુડીયા પાસે બાઇક સાથે બાઇક અથડાતાં યુવાનને બ્રેન હેમરેજ મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ કરી વિધાનસભાની મુલાકાત મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: ‘લૂ’ થી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ ઝેરમુક્ત ખેતી: મોરબી જિલ્લાના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા “સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ”: મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન મોરબીમાં પીએસઆઈ-કોન્સ્ટેબલની તૈયારી કરતી દીકરીઓને કોચિંગ ક્લાસનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ


SHARE













વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ

વાંકાનેર શહેરમાં આવેલ હરસિધ્ધિ હોટલ પાસે રોડ ઉપરથી જુદી જુદી બે કારમાંથી દારૂની નાની અને મોટી કુલ મળીને 472 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, બે કાર અને ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 11,09,350 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ત્રણ શખ્સોને પકડવામાં આવેલ છે અને કુલ ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ હરસિધ્ધિ હોટલ પાસે રોડ ઉપરથી સ્વિફ્ટ તથા ઇકો ગાડી આમ જુદી જુદી બે ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 472 બોટલ મળી આવી હતી જેથી 3,96,850 ની કિંમતનો દારૂ તેમજ 3 લાખની કિંમતની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 36 એપી 5729 અને 4 લાખની કિંમતની ઇકોગાડી નંબર જીજે 36 એએફ 3235 અને 12,500 ની કિંમતના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 11,09,350 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી દિપાલ મુકેશભાઈ સંખેસરિયા (22) રહે. હરસિદ્ધિ હોટલની બાજુમાં વાંકાનેર, બાદલ રસિકભાઈ કાંજિયા (24) રહે. લાભનગર-2 ધરમપુર રોડ મોરબી અને ઇન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી (23) રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હાર્દિકભાઈ કાઠી રહે. મફતિયાપરા સ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી ચારેય શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ચોથા આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે




Latest News