વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ અમરધામ મંદિર સામેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા, મોઢા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શ્રવણભાઈ મનીષભાઈ વિજવાડીયા (20)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 3 બી ડબલ્યુ 8828 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, શનિવારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતા મનીષભાઈ વીજવાડીયા પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએલ 2952 લઈને માટેલ રોડ ઉપર આવેલ અમરધામ મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથા, મોઢા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે