વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત
SHARE
માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત
માળીયા (મી ) તાલુકાના સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામ પાસેથી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને તે કેનાલમાં ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં પાણીમાં કોઈ અજાણ્યા 35થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો હોવાનું ગ્રામજનોના ધ્યાન ઉપર આવ્યું હતું અને મૃતક યુવાનનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હોય પાણીમાંથી બહાર કાઢીને તેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે હાલમાં તજવીજ હાથ ધરી છે
વરલી જુગાર
વાંકાનેરના નવાપરાના નાકા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ગોવિંદભાઈ ઉર્ફે લાલો રણછોડભાઈ ડાભી (35) રહે નવાપરા વાંકાનેર વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જ્યારે મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે શેરીમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અશરફખાન હાફિજજૂલાખાન પઠાણ (21) રહે. સિપાઈ વાસ માતમ ચોક મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 650 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.