મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિત ૮ ટાપુઓ ઉપર ૨૫ માર્ચ સુધી પ્રવેશબંધી


SHARE







મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિત ૮ ટાપુઓ ઉપર ૨૫ માર્ચ સુધી પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે અને આ ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં નથી. જેથી આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા (મીંયાણા) પોલીસ સ્ટેશન હેઠળ આવેલ ૮ ટાપુઓ પર પ્રવેશબંધી અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં આવેલ મામલીયા ટાપુ, મુર્ગા ટાપુ, અનનેમ ટાપુ-૧, અનનેમ ટાપુ-૨, અનનેમ ટાપુ-૩, અનનેમ ટાપુ-૪, અનનેમ ટાપુ-૫ અને અનનેમ ટાપુ-૬ સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી. સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ કરવી નહીં. આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારશ્રીના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/ કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામુ તા.૨૫/૦૩/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.






Latest News