વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો
મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે
SHARE
મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે
મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર વેપારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વેપારીઓએ મહાપાલિકા કચેરી ખાતે જઈને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી અને આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ વિવિધ સંગઠનોની મિટિંગ કરીને મહાપાલિકાના નિયમો અને દંડ વિષેની ખાતરી આપવામાં આવશે તેવી અધિકારી ખાતરી આપી હતી ત્યાર બાદ વેપારીઓએ રસ્તો ખુલ્લો કર્યો હતો.
આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા મોરબીના તખતસિંહજી રોડ, ગાંધીચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મુખ્યમાર્ગની આજુબાજુમાં દુકાનદારો દ્વારા પોતાની દુકાનની બહાર માલસામાનના પથારા કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક વેપારીઓનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો જેથી રોષે ભરાયેલ વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ અને કોંગ્રેસના શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ વેપારીઓમાં મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાર જઈને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને વેપારીઓનો જપ્ત કરેલ તેઓનો માલ તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને વેપારીઓને મહાપાલિકા તરફથી જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે મહાપાલિકાએ ચેમ્બર ઓફ કોમર્સ જ્યારે મિટિંગનું આયોજન કરશે ત્યાં મહાપાલિકાના અધિકારી હાજર રહેશે અને નિયમો અને દંડ વિષેની માહિતી આપશે તેવી ખાતરી આપેલ હતી જેથી કરીને હાલમાં વેપારીઓએ કરેલ ચક્કજામ દૂર કર્યો હતો અને રસ્તો ખુલ્લો કરવામાં આવેલ હતો









