મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પોતાની વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના પાનેલી ગામે પોતાની વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના પાનેલી ગામે રહેતો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા પેથાભાઇ ભાણાભાઈ ચંદ્રેશાણીયા (21) નામના યુવાને પોતે પોતાની વાડીએ હતો ત્યારે ગત તા. 29/1 ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું તા 31/1 ના રોજ મોડી સાંજે મોત નીપજ્યું હતું જેથી કરીને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાની ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીમા ઘુચરની વાડી ખાતે રહેતા ખુશ્બુબેન અવરભાઈ ડાભી (19) નામની યુવતી બાઇકમાં બેસીને વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા પામેલ યુવતીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.






Latest News