મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ સુરત ખાતે યોજાયેલ વિહિપની બેઠકમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના હોદેદારો હાજર રહ્યા મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓ જોગ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ આઇટીઆઇ ખાતે ભરતી મેળો યોજાશે મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ


SHARE







મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ

જિલ્લામાં તમામ કારખાનેદારોમકાન બાંધકામમાંફાઉન્ડ્રી ઉદ્યોગમાંહીરા ઉદ્યોગખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/ શ્રમિકોના પૂર્વ ઈતિહાસનાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડપાસપોર્ટરેશન કાર્ડ વગેરે) ફરજીયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા માટે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

 જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારોમકાન બાંધકામ બિલ્ડર્સફાઉન્ડ્રી ઉદ્યોગહીરા ઉદ્યોગખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓકારીગરોમજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમીહંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૭ દિવસમાં આપવાની રહેશે. ખાસ કરીને તેઓના ઓળખકાર્ડ/ ચુંટણીકાર્ડ/ ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવોમુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં ભરીને આપવાની રહેશે. આ ઉપરાંત ભાડે રહેતા હોય તો તે અંગેની પણ માહિતી આપવાની રહેશે. અને માંગ્યા મુજબની માહિતી રજીસ્ટર/ બાયોડેટાની સીડી તૈયાર કરીને સીટીઝન પોર્ટલમાં (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) રજીસ્ટ્રેશન કરાવવી તથા તેની એક હાર્ડ કોપી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ જાહેરનામાનો તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી અમલ કરવાનો રહેશે.






Latest News