માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતું ડમ્પર ઝડપાયું: મોરબી એલસીબીની ટીમે દારૂ અને બીયર સહિત ૨૦.૬૮ લાખના મુદામાલ સાથે બે આરોપી ઝડપી લીધા


SHARE













ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતું ડમ્પર ઝડપાયું: મોરબી એલસીબીની ટીમે દારૂ અને બીયર સહિત ૨૦.૬૮ લાખના મુદામાલ સાથે બે આરોપી ઝડપી લીધા

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે રોડ ઉપર ટ્રક ડમ્પર પસાર થઈ રહ્યું હતું તેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેમાં ચોરખાનું બનાવીને તેના દારૂનો જથ્થો ભરીને તેની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની નાની/ મોટી ૨૬૫૨ બોટલો જેની કિંમત ૫,૦૪,૯૬૦ તથા ૧૬૨ બીયર ટીન કિંમત ૩૫,૬૪૦ અને વાહન સહિત કુલ મળીને ૨૦,૬૮,૧૯૫ નો મુદામાલ કબ્જે કર્યો છે અને હાલમાં બે શખ્સોને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ખાનગી બાતમી મળી હતી કે, એક ટ્રક ડમ્પર નંબર જીજે 9 એયુ 9274 વાળુ હળવદ તરફથી મોરબી આવી રહ્યું છે અને તે ડમ્પરમાં માટી ભરેલ છે. અને ડમ્પરમાં ડ્રાઈવર કેબીનના પાછળ બોડીના આગળના ભાગે એક ચોરખાનુ બનાવેલ છે. જેમાં વિદેશી દારૂની હેરફેરી કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક સ્પેરોન કારખાના પાસે રોડ પર વાહન ચેકીંગ અને વોચ રાખવામા આવી હતી

તેવામાં મળેલ બાતમી વાળુ ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું જેને રોકીને ચેક કરતા ડમ્પર ચાલક અને કલીનરના હવાલા વાળા આ વાહનમાં ડ્રાઈવર કેબીનની પાછળ ડમ્પરના કેરીયરમા આગળના ભાગે ચોરખાનુ બનાવેલ હતું જેમાં વિદેશીદારૂ અને બિયરનો જથ્થો  ભરવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં પોલીસે દારૂની જુદીજુદી બ્રાન્ડની મોટી ૬૦ બોટલ તેમજ નાની ૨૫૯૨ બોટલ કબ્જે કરેલ છે તેમજ ૧૬૨ બિયરના ટીન કબ્જે કર્યા છે જે બંને મળીને કુલ ૫,૪૦,૬૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને ડમ્પર, એક મોબાઈલ તેમજ ૨૯ ટન માટી આમ કુલ મળીને ૨૦,૬૮,૧૯૫ નો મુદામાલ કબ્જે કરેલ છે.

હલમ એલસીબીની ટીમે આરોપી અજયભાઈ કાન્તીલાલ ડામોર રહે. શીસોદ ગામ તાલુકો બીછીવાડા રાજસ્થાન અને રાહુલ અર્જુનલાલ વિહાત રહે. બોખલા બેરી ફળીયા તાલુકો બીછીવાડા રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સ ઉપરાંત માલ મોકલનાર મહેશ નામની વ્યક્તિ અને માલ મંગાવનાર તપાસમા જે ખુલ્લે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News