ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાને વેચાણ કરારથી ટ્રક આપ્યા પાછો પડાવી લીધો: 21.37 લાખની છેતરપિંડી


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાને વેચાણ કરારથી ટ્રક આપ્યા પાછો પડાવી લીધો: 21.37 લાખની છેતરપિંડી

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાને વેચાણ કરાર કરીને વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા શખ્સ પાસેથી ટ્રકની ખરીદી કરી હતી અને ટ્રકનો કબજો મેળવ્યો હતો ત્યારબાદ યુવાન દર મહિને ટ્રકના હપ્તો ભરતા હતો તેવામાં ટ્રક વેચનાર શખ્સે ફરિયાદીના ઘરે આવીને ત્યાં છરી બતાવીને બળજબરીથી ટ્રકની ચાવી જુઠવી લઈ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ટ્રક લઈ ગયેલ છે અને ટ્રક કે રૂપિયા પરત આપેલ નથી જો કે, યુવાને હપ્તા સહિત કુલ મળીને 21,37,500 રૂપિયા ભરેલા છે જેથી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હોય યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના એંજાર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે શ્રી રામ ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં મોન્ટુભાઇના મકાનમાં ભાડેથી રહેતા ઘનશ્યામભાઈ દેવાભાઈ જરવલિયા (39)એ હાલમાં ઇરફાનભાઇ ઈસ્માઈલભાઈ સમા રહે. ઉત્સવ હોટલ પાસે ચંદ્રપુર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓએ આરોપી પાસેથી વેચાણ કરાર કરીને ટ્રક નંબર જીજે 14 એક્સ 8977 ને વેચાણ કરાર કર્યા બાદ 4.89 લાખ રૂપિયા આપીને લીધો હતો અને તે ટ્રક ફરિયાદીના કબજોમાં હતો અને ફરિયાદી તેના દર મહિને હપ્તા ભરતો હતો તેવામાં આરોપીએ ફરિયાદીના ઘરે આવીને ફરિયાદી તથા સાહેદોને છરી બતાવીને બળજબરી પૂર્વક ટ્રકની ચાવી પડાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના કબજામાં જે ટ્રક હતો તે લઈ જઈને આજ દિવસ સુધી તેને ટ્રક કે રૂપિયા પરત આપવામાં આવેલ નથી અને ફરિયાદીએ ટ્રક પેટે કુલ મળીને 21,37,500 ભરેલા છે તેમ છતાં પણ ટ્રક લઈ જઈને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હોય હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News