મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા તથા એક વર્ષની સજા 


SHARE





મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા તથા એક વર્ષની સજા 

મોરબી શહેરમાં આરોપીને કસુરવાન ઠેરવીને ચેકની રૂ.૩.૨૦ લાખની ડબલ રકમ લેખે રૂા.૬.૪૦ લાખનો દંડ ફરમાવવામાં આવેલ છે.અને દંડમાંથી ફરિયાદીને વાર્ષિક નવ ટકા વ્યાજ સહિત રકમ ચૂકવવા તથા એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કરેલ છે.

મોરબીના વીસીપરાના રહેવાસી ઇરફાનસા કાસમશા ફકીરએ ખાખરાડાના રહેવાસી સાગર હિરાભાઈ ડાંગર પાસેથી અંગત ઉપયોગ માટે રૂા.૩,૨૦,૦૦૦ સંબંધ ના દાવે લીધેલ હતા.આ રકમ પરત આપવા માટે ઇરફાનશાએ ચેક આપેલ હતો.જે વણ ચૂકવ્યે પરત થતાં સાગરભાઈએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ અન્વયે મોરબીના મહે.જયુડિ.મેજી.ફર્સ્ટ ક્લાસ જજ સાહેબની કોર્ટમાં જાણીતા વકીલ કાનજી એમ.ગરચર મારફતે કેસ કર્યો હતો.જે કેસ ચાલી જતાં મોરબીના જયુડિ.મેજી.ફર્સ્ટ ક્લાસ જજ સાહેબએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા.૩.૨૦ લાખની ડબલ રકમ રૂા.૬.૪૦ લાખનો દંડ ફરમાવવામાં આવેલ અને દંડમાંથી ફરિયાદીને વાર્ષિક નવ ટકા વ્યાજ સહિત ચૂકવવા તથા એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ અને દંડ ચૂકવવામાં કસુર થયેથી નેવું દિવસની કેદની સજાનો ચુકાદો આપેલ છે.જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી ગરચર તથા જૂનિયર વકીલ આર.એન.ગરચર, એમ.આર.રાંકજા, જે.એલ.પીઠિયા રોકાયેલ હતા.




Latest News