ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીમાં 2.21 કરોડના ખર્ચે રાણીબાગની કાયાપલટ કરાશે


SHARE







મોરબીમાં 2.21 કરોડના ખર્ચે રાણીબાગની કાયાપલટ કરાશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી આધુનિક સુવિધાઓ સાથે રાણીબાગના સર્વાંગી વિકાસ માટેનું ટેન્ડર હાલ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા મોરબી મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવ્યુ છે. અને ત્યાં મોરબીના નગરજનો માટે આકર્ષક પ્રવેશ દ્વાર, પાર્કિંગ, કેફે, મનોરંજન, એડમીન બ્લોક, ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ પેસેજ સહિતની આધુનિક સુવિધા યુક્ત ગાર્ડન બનાવવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા અંદાજિત રૂ. 2.21 કરોડના ખર્ચે સમગ્ર રાણીબાગની કાયાપલટ કરવામાં આવનાર છે, જેથી લોકોને અત્યંત આધુનિક સુવિધા યુક્ત ગાર્ડનની ભેટ મળશે. રાણીબાગના વિકાસ કાર્ય અંતર્ગત નાગરિક સુવિધાઓ, જાહેર સ્થળો, આધ્યાત્મિક વિસ્તાર, લેન્ડસ્કેપ ડિઝાઇન તથા મુલાકાતીઓ માટે આધુનિક સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અને વિકાસ યોજનામાં એડમિન બ્લોક, ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ/ રિસેપ્શન ઝોન, દુકાન અને કેફે, સિક્યુરિટી પોસ્ટ તેમજ જાહેર શૌચાલય જેવી સુવિધાઓનો સમાવેશ  કરાયો છે, જેથી મુલાકાતીઓને સુવિધાજનક ગાર્ડન મળી રહે, તે માટે આ પ્રોજેક્ટ હેઠળ જાહેર સ્થળો અને મનોરંજન માટે પેવ્ડ પાથવે, છત્રીઓ (ગેઝેબો સ્ટ્રક્ચર્સ), પાણીના તત્વો તેમજ બેસવાની વ્યવસ્થા સાથે સુંદર લેન્ડસ્કેપને આધુનિક સગવડતા ભરી સવલતોથી વિકસાવવામાં આવનાર છે. પાર્કિંગ અને પ્રવેશ વ્યવસ્થા અંતર્ગત પૂરતી વાહન પાર્કિંગ, મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર તથા સ્થાનિક લોકો માટે અલગ ગાર્ડન એન્ટ્રીની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. લેન્ડસ્કેપ અને પર્યાવરણને અનુરૂપ ડિઝાઇન હેઠળ પ્લાન્ટેશન પટ્ટા, લીનીયર ગાર્ડન કનેક્ટિવિટી અને સક્રિય ઝોન આસપાસ ગ્રીન બફર વિકસાવવામાં માં આવનાર છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે, જે સમગ્ર કામગીરી પૂર્ણ થયે રાણીબાગ પ્રોજેક્ટને ગાર્ડન શાખા દ્વારા સંપૂર્ણપણે આધુનિક સુવિધા સભર મોરબીના નગરજનો માટે બનાવવામાં આવનાર છે. 






Latest News