મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેવામાં આજે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટથી લઈને મંદિર સુધીની ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં રાજય મંત્રી, ધારાસભ્ય સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તેમજ સિરામિક એસો. અને વિવિધ સંગઠનો તથા જ્ઞાતિ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતસ્વામી મહારાજની હાજરીમાં મોરબીમાં મચ્છુ નદીના કાંઠે નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે દરમ્યાન આજે સવારે બીજા દિવસે મંદિરના પરિસરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. ત્યારે પણ મહંતસ્વામી મહારાજ ત્યાં આવ્યા હતા અને પૂજન અર્ચન તેમજ હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.

મોરબીમાં જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં સ્વામિનારાયણ ભગવાન સહિત કુલ 17 મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા કાલે સવારે કરવામાં આવનાર છે જો કે, મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતેથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મંદિરમાં મૂકવામાં આવનાર 17 મૂર્તિઓને જુદાજુદા ફ્લોટ્સ સાથે રાખવામા આવી હતી અને આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા, અજયભાઇ મારવાણિયા અને નરેન્દ્રભાઈ સંઘાત સહિતના ઉદ્યોગાકારો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

મોરબીમાં મુખ્ય માર્ગ ઉપરથી અંદાજે 2 કિલો મીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી તેમજ ભારતના જુદાજુદા રાજયોની સંસ્કૃતિને ઉજાગર કરે તેવી કૃતિઓ તથા વિવિધ ફ્લોટ્સ રાખવામા આવ્યા હતા. આટલું જ નહીં અંદાજે 350 કરતાં વધુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. અને આવતીકાલે સવારથી નવનિર્મિત મંદિર ખાતે મહંતસ્વામી મહારાજની હાજરીમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને સાંજે 4 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ધાર્મિક અને સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાશે.




Latest News