મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ
મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
SHARE
મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ડિસ્કાઉન આપવા માટે મોરબી માળિયાના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખાસ ઉર્જા વિભાગમાં ભલામણ હતી જેથી કરીને ઉર્જા વિભાગ દ્વારા હાલમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં આપવામાં આવ્યું છે જેથી કરીને અત્યાર સુધી જે ગેસ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 82 રૂપિયા પર ક્યુબિક મીટરના ભાવથી મળતો હતો તે હવે 77 રૂપિયાના ભાવથી મળશે જેથી કરીને મોરબીના સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું મોરબી એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત, અજયભાઈ મારવાણીયા અને સંદીપભાઈ કુંડારીયા તેમજ માજી પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા કરસનભાઈ આદ્રોજા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ, અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ હરિભાઈ પટેલ સહિતના અનેક ઉદ્યોગકારોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું