મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નિવૃત્ત સરકારી કર્મચારીના પેન્શનની સાયબર સુરક્ષા માટેનો કાર્યક્રમ યજયો હતો જેમાં સાયબર સેફટી બાબતે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિરલ દલવાડી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને વોટ્સએપ કે ટેલિગ્રામ વિડિયો કોલ આવે તો શું કરવું જોઈએ અને સ્ક્રીનશેરિંગ એપ અથવા તો એપીકે ફાઇલ આવે તો શું કરવુ જોઈએ અને શું ન કરવું જોઈએ તેના માટેની માહિ આપવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં સુરક્ષા માટે અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડીએ જણાવ્યું હતું કે, "સરકારી કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેમની પાસે મોટા પ્રમાણમાં રિટાયરમેન્ટ પેન્સન ભંડોળ ભેગું થયું હોય છે અને આ પેન્સન ભંડોળ સાયબર ફ્રોડથી સુરક્ષિત રહે તેના માટે સાયબર સુરક્ષા જાગૃતિ અર્થે શું કરવું અને શું ના કરવું તે માટે યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે. તે અંગે માર્ગદર્શન આપતા જણાવ્યુ હતું કે, કોઈપણ શંકાસ્પદ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કે ટેલિગ્રામ વિડિયો કોલ આવે તો તેને તરત જ ડીસકનેક્ટ કરવો જોઈએ, સ્ક્રીનશેરિંગ એપ, એપીકે ફાઇલ ડાઉનલોડ ના કરવી, ઓટીપી ક્યારેય કોઈ સાથે શેર ન કરવો. આ ઉપરાંત કેવાઈસી માટે કોઈ બેન્ક કર્મચારીની ઓળખ આપી કોઈ લિન્ક ઓપન કરવા માટે કહે તો ઓપન ન કરવી જોઈએ અને તુરંત જ બેંકની અધિકૃત વેબસાઇટ કે રૂબરૂ બેંક શાખા પર જઈને ખાતરી કરવી જોઈએ અને ડિજિટલ અરેસ્ટના ડરથી બચવું જોઈએ કેમ કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રોસેસ હોતી નથી. સાયબર ફ્રોડને લગતા કોઈપણ કોલ કે મેસેજ આવે અથવા તો સાયબર ફ્રોડનો ભોગ બનો તો સમય બગાડ્યા વિના તુરંત જ ગુજરાત સરકારની સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો.




Latest News