મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો


SHARE









માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો

માળીયા (મી)ના ખીરઇ ગામના પાટીયા સામે આશિષ હોટલની પાછળના ભાગમાં મહિલા પોતાના પતિના ઘરે દીકરીના કપડાં અને સ્કૂલબેગ લેવા માટે તેને ગઈ હતી અને ત્યારે મહિલા તેના પતિને લગ્નજીવન બગડે નહીં તે માટે થઈને સમજાવતી હતી ત્યારે મહિલાના પતિએ ઉશ્કેરાઈ જઈને મહિલાને વાળ પકડીને નીચે પાડી દીધી હતી અને તેને ઢીકાપાટુનો તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને મહિલાને તેની સાસુ સહિત બે મહિલાએ ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણામાં બાપુની ડેલી વાળી શેરીમાં હુસેનશાહ પીરની દરગાહની પાછળના ભાગમાં રહેતા ઝરીનાબેન ઉમરભાઈ સામતાણી (30)એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમરભાઈ હાજીભાઈ સામતાણી, રસીલા અને ખેરૂનબેન હાજીભાઈ સામતાણી રહે. બધા ખીરાઈ ગામના પાટીયા પાસે આવેલ આશિષ હોટલની પાછળના ભાગમાં માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓ તેમની દીકરી અલફીઝાના કપડા અને સ્કુલ બેગ લેવા માટે થઈને તેઓ પોતાના પતિના ઘરે ગયા હતા ત્યારે ફરિયાદીના પતિ ઘરે હાજર હોય જેથી ફરિયાદી પોતાનું લગ્ન જીવન ન બગડે તે માટે તેઓને સમજાવ્યા હતા જેથી ફરિયાદીના પતિએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપીને વાળ પકડીને નીચે પાડી દીધા બાદ ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે શરીરે માર મારીને ઇજા કરી હતી જ્યારે રસીલાએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ખેરુનબેને ફરિયાદીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News