મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પહેલા માળની સીડી ઉપરથી નીચે પટકાતા ચાર વર્ષની બાળકીને માથામાં અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે સારવાર કારગત ન નિવડતા તે બાળકીનું મોત નિપજ્યું છે જ્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ શિવ શક્તિ ઓટો પેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અજયભાઈ ખરાડીની ચાર વર્ષની દીકરી વિધિ કારખાનામાં આવેલ લેબર ક્વાર્ટરમાં પહેલા માળે રૂમ પાસે સીડી ઉપરથી નીચે પડી જતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતું જેથી તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં મહાવીરસિંહ જસવંતસિંહની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અનિતાબેન તુલસીભાઈ (19) નામની મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક મહિલાના પિતા રમેશભાઈ ડૂભીલ (50) રહે. હાલ વેગડવાવ વાળા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.