મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ
Breaking news
Morbi Today

હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં


SHARE









હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં

હળવદ કોયબા રોડ ઉપરથી વૃદ્ધ પોતાના પત્નીને બાઈક ઉપર બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે રોજડુ આવ્યું હતું જેથી બાઇક રોજડા સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજયું હતું જ્યારે બાઈક પર બેઠેલા વૃદ્ધના પત્નીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા કાળુભાઈ અમરશીભાઈ સાબરીયા (70) પોતાના દીકરા દિનેશનું બાઈક નંબર જીજે 36 એએન 3630 લઈને કોયબા જવાના રસ્તા ઉપર આવેલ રંગીલા હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક ઉપર તેમના પત્ની વસંતબેન પણ પાછળના ભાગે બેઠેલા હતા દરમ્યાન બાઇકની આડે અચાનક રોજડું આવ્યું હતું અને રોજડા સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ચલાવી રહેલા કાળુભાઈ સાબરીયાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેમનું મોત નીપજયું હતું જ્યારે તેમના પત્ની વસંતબેનને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની રમેશભાઈ કાળુભાઈ સાબરીયા (32) રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News