મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE













મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબી તાલુકાના પાનેલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં યુવાનને પકડી રાખીને તેના ઉપર ચાર લોકો દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.હાલ ઇજાગ્રસ્ત યુવાનને પાંસળીના ભાગે ફેક્ચર સહિતની ઇજાઓ થયેલ હોય સારવાર લીધા બાદ તેણે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકાના પાનેલી ગામે પાનના ગલ્લા પાસે ઉભેલા યુવાને માર મારવામાં આવ્યો હતો.મારામારીના આ બનાવમાં ઇજા પામેલા વિશાલભાઈ ઉર્ફે જેન્તીભાઈ રાજેશભાઈ કટેશીયા (દલવાડી) (ઉ.વ.૧૮) ધંધો ખેતી રહે.પાનેલી રામાપીરના મંદિરની બાજુમાં તા.જી.મોરબીએ હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે તુલસીભાઈ અણદાભાઈ ચાવડા, સંજયભાઈ અણદાભાઈ ચાવડા, રાજદીપભાઈ તુલશીભાઈ ચાવડા અને મનીષભાઈ તુલશીભાઈ ચાવડા રહે.બધા પાનેલી તા.જી.મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, પાનેલી ગામે ક્રિષ્ના પાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમા ફરીયાદી વિશાલ કટેસીયા સાથે સામેવાળાઓને અગાઉનું મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખીને સંજય ચાવડાએ પોતાને પકડી રાખ્યો હતો અને બાકીના ત્રણેયે વિશાલને હાથે-પગે અને શરીરે આડેધડ લાકડાના ધોકા વડે માર  મારીને ડાબી પાસડીમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા તેમજ શરીરે મુંઢ ઈજાઓ તેમજ માથામા ફુટ જેવી ઈજાઓ કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મોરબી તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામે દશરથભાઈની વાડીએ કામ કરતાં મજુર પરિવારનો રાજવીર સન્નીભાઈ નિનામા નામનો અઢી વર્ષનો બાળક પાણીની ટાંકીમાં પડી ગયો હોય તેને ખરેડા ગામે પીએચસી સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા થોભણભાઈ ભીમાભાઇ ફુલતરીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધ બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે ગામના રામજી મંદિર પાસે વાહનમાંથી પડી જતા સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબી વાંકાનેર હાઇવે મકનસર ગામે ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ છગનભાઈ ધરોડીયા મકનસર પાસે આવેલ નકલંક પોટરી નજીકથી હાઇવે ક્રોસ કરતા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલ ત્રીપલ સવારી બાઈકના ચાલકે તેમને હડફેટ લેતા સારવારમાં ખસેડાયા હતા.

રાજકોટ ખસેડાયા

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો વેલજીભાઈ મધુભાઈ પીપળીયા નામનો ૩૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ખાખરાળા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક અજાણ્યા કાર ચાલકે તેને ટક્કર મારતા અત્રેની સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોય બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે.જ્યારે મોરબીના વાવડી રોડ ઘુચરની વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ખુશ્બુબેન અવચરભાઈ ડાભી નામની ૧૯ વર્ષની યુવતી બાઈક પાછળ બેસીને જતી હતી ત્યારે વાવડી રોડ સતનામ ગૌશાળા પાસે વાહન સ્લીર થઈ જતા ઈજા પામેલ હોય ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી.તેમજ રામચોકના ઢાળ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવવામાં ઈજા થતાં હરેશભાઈ પ્રેમજીભાઈ ડઢાણીયા (૫૪) રહે.મોરબી નરસંગ ટેકરી પાસેને પણ ઈજા થયેલ હોય તેમને સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News