મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત


SHARE







ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત

મોરબી જિલ્લામાં આવેલા ટંકારા ખાતે રહેતા અને સ્કુલ બસનું ડ્રાઇવિંગનું કામકાજ કરતા રબારી યુવાનને થોડા દિવસો પહેલા હાઇબીપી થયું હતું અને દરમિયાનમાં તેના મગજની નશ ફાટી જતા તે યુવાન બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જોકે ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે

રાજકોટ હોસ્પિટલના સુત્રો તથા મૃતકના પરિવારજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારાનો રહેવાસી મોન્ટુભાઈ જીવરાજભાઈ અજાણા નામનો ૪૦ વર્ષનો રબારી યુવાન ગઈ તા.૨-૨-૨૬ના રોજ સવારે ૮:૩૦ વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતો.ત્યારે કોઈ કારણસર પડી જતા માથે શરીરે ઇજા થતા રાજકોટની એઇમ્સ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જયાં ચાલુ સારવાર દરમિયાન તા.૪-૨-૨૬ ના રાતના સાડા આઠેક વાગ્યે મોન્ટુભાઇ અજાણાનું મોત થયુ હતુ.બનાવ સંદર્ભે મૃતકના સગા સાગરભાઇ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મોન્ટુભાઇ અજાણા સ્કુલ બસ ડ્રાઇવિંગનું કામકાજ કરતા હતા.જે દિવસે બનાવ બન્યો ત્યારે તેઓને હાઈબીપી થવાથી તેઓ ઢળી પડ્યા હતા અને મગજની નશ ફાટી ગઈ હોય રાજકોટ ખસેડાયા હતા અને જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતુ.મૃતક અપરણિત હતા અને ચાર ભાઈઓમાં સૌથી નાના હોવાનું જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ટંકારાની લતીપર ચોકડીથી એકાદ કિલોમીટર નજીક બાઇક સ્સીપ થવાના બનાવમાં ઇજા પામેલા પરસોતમભાઈ ગોવાભાઇ મણીપરા (ઉંમર ૮૩) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી લતીપર ચોકડી પાસે ટંકારાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના વવાણીયા પાસે આવેલ લક્ષ્મીવાસ ખાતે રહેતા અમૃતબેન અંબારામભાઈ કાવર નામના ૭૨ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ અણીયારી ટોલનાકા પાસે હળવદ તરફ બે ટ્રક અથડાયા હતા જે બનાવમાં ઇજા પામેલ મયુર રાજેન્દ્રભાઈ મિયાત્રા (૨૪) રહે.શનાળા મોરબીને પણ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બાળક સારવારમાં

હળવદના નવા દેવળિયા ગામે રહેતા પરિવારનો ચંદ્રકાંત મુકેશભાઈ ગડેશીયા નામનો ૧૫ વર્ષનો બાળક પિતાની પાછળ બેસીને બાઈકમાં જતો હતો.ત્યારે વાહનમાંથી પડી ગયો હોય ઈજા પામતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર-ઘુનડા રોડ હનુમાન મંદિર પાસે બાઈકમાંથી પડી જતા અમરશીભાઈ દેવકરણભાઈ પટેલ (૭૨) રહે.એસએમપી ટાવર રેવા પાર્ક મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.






Latest News